ગુજરાત

ઝાલોદના મીરાખેડી જંગલમાંથી ૧૨ વર્ષના બાળકની ઝાડે લટકતી લાશ મળી

ઝાલોદ તાલુકાના વસ્તી ગામમાં પોતાના કાકાના પોતાના અન્ય ભાઈઓ સાથે ઉછરતા મા – બાપ વિનાના ૧૨ વર્ષીય સંજુભાઈ મંગુભાઈ ડામોરને મીરાખેડી ગામના અમિતભાઈ ડાંગીએ પોતાની ભેંસો ચારવા અને ઘરકામ માટે રાખ્યો હતો. બાળકોના કાકા મધ્યપ્રદેશના ઈંદોરમાં મજુરીએ ગયા હતા. સંજુ મીરાખેડી ગામના જંગલમાં ભેંસો ચારવા માટે ગયો હતો. ત્યારે જંગલાં ઝાડની ડાળી ઉપર દોરડા વડે ફાંસી ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.

આ બનાવ અંગે લીમડી પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.બાળકે આપઘાત કર્યો છે, ટીખળમાં ફાંસી વાગી છે કે કે તેની સાથે અજુગતી ઘટના બની છે તે તપાસનો વિષય બન્યો છે.ઝાલોદ તાલુકાના વસ્તી ગામે પોતાના કાકાના ઘરે ઉછરતા અને મીરાખેડી ગામે એક ઘરે ભેંસો ચારવા તથા ઘરનું કામ કરી રહેલા ૧૨ વર્ષીય માસુમ બાળકની લાશ મીરાખેડી ગામના જંગલમાં એક ઝાડ પર દોરડા વડે લટકતી હાલતમા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે લીમડી પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.

Related Posts