શું તમે ખાવ છો મોમોઝ? જાણો તે સ્વાસ્થ્ય માટે કેટલુ હાનીકારક છે….
આજના બાળકો અને યુવાનોમાં ફાસ્ટ ફૂડ ખાવાના ખૂબ શોખીન થઈ ગયા છે. યુવાન લોકો લગભગ રાત્રે ખૂબ જ ફાસ્ટ ફૂડ લે છે. આજના યુવાનોને ફાસ્ટ ફૂડમાં મોમોઝ ખૂબ જ ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે મોમોઝમાં બેન્ઝોઈલ પેરોક્સાઇડનો ઘણો ઉપયોગ થાય છે. જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. આવો તમને જણાવીએ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
જે લોકો દરરોજ મોમોઝ અથવા મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાય છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી પડી જાય છે. જેના કારણે તેઓ વધુ બીમાર થવા લાગે છે. મોમોઝનું વધુ સેવન કરવાથી શરીરના હાડકાં ખૂબ નબળા થઈ જાય છે. કારણ કે જ્યારે મોમોઝ રાંધવામાં આવે છે, ત્યારે લોટમાંથી પ્રોટીન નીકળી જાય છે અને તે એસિડિક બને છે.
દરરોજ મોમોઝ ખાવાથી શરીરમાં શુગરની માત્રા ખૂબ વધી જાય છે. આનાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. મેંદામાં ફાઈબર નથી હોતું તેથી સતત મોમોઝ ખાવાથી કબજિયાત થઈ શકે છે અને માથાનો દુખાવો અને ગેસ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોમોઝ સતત ખાવાથી લોહીમાં ગ્લુકોઝ જમા થવા લાગે છે. જેનાથી સંધિવા અને હૃદયની બીમારીઓ થાય છે.
તમે વિચારી પણ નહી શકો પરંતુ મોમોઝની ચટણી તમારુ વજન વધારી શકે છે. તેમાં મોનો સોડિયમ ગ્લુટામેટ હોય છે તે વજન વધારવા માટે જવાબદાર છે. તો મોમોઝ ખાવાથી આ પ્રકારના નુકસાન પણ થાય છે.
ઘરે ભલે મેંદાથી મોમોઝ બનાવો પરંતુ બજારમાં વેચાતા જે મોમોઝ મળે છે તેય રિફાઇન્ડ લોટમાંથી બને છે. જેમાં ક્લોરિનગેસ, એઝોડીકાર્બોનામાઇડ જેવા રસાયણ મિક્સ કરવામાં આવે છે. તે આપણી પેન્ક્રિયાઝન ખુબ નુકસાન પહોંચાડે છે.


















Recent Comments