સાંતલપુરના ૫ ગામોમાં સિંચાઈ પાણી ન મળતા ખેડૂતોની ચુંટણી બહિષ્કારની ચીમકી
પાટણ જિલ્લાના સંતાલપુરના પાંચ ગામ લીંમગામડા, ગોખાતર, ઉનડી, જાેરાવર અને ગામડી આ પાંચ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી નથી. જેને લઈ આ ૫ ગામના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી કરી શકે છે. બાકીના સમયે પાણી ન અભાવે કોઈ પાક વાવણી કરી શકતા નથી. જેને લઈ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગામના લોકોએ અનેક વાર રજૂઆત કરી પણ કોઈ પગલાં લેવાતા નથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જાે અમને પાણી નહીં મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
અમારી જમીન ગોખતરની સીમમાં છે. ૨૫ એકર જમીન છે જે ગોખતર વિસ્તારમાં આવી છે. અહીંયા કોઈ દિવસ પાણી પહોંચતુ નથી. ૫ ગામોમાં પાણી જાય એમ છે પણ હજુ સુધી પાણી મળતું નથી. સરકાર ઝડપી પાણી મળે તો જીવન દોરી બચાવી શકીએ. આ વિસ્તારમાં વાવતેર બિલકુલ ઓછું થાય છે. વરસાદ થયો નથી એટલે વાવતેર થયું નથી. ૧૨ મહિનામાં વરસાદ થાય તો પાક લઈ શકાય છે. નહીતો પાક સુકાય છે. પાણી છે નહીં કેનાલ છે નહીં જેથી પાક થતો નથી. કેનાલ નથી તો જઈએ ક્યાં. પાણી નહીં મળે તો આગામી સમય માં ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે ઉપર સુધી રજૂઆત કરી છે પણ કોઈ રજૂઆત સાંભળતું નથી. સત્વરે પાણી મળે તો અમારા બાળ બચ્ચા બચે એમ છે.
પાણી નહીં મળે કમાણી કરવા હિજરત કરવી પડશે. સત્વરે સરકારને નમ્ર વિનંતી છે કે અમને પાણી પહોંચે એની વવસ્થા કરે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૫ જેટલા ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં નહીં આવતા ખેડૂતો ચિતત બન્યા છે અને માત્ર ચોમાસામાં ખેતી કરવા મજબુર બન્યા છે. પાણી ના અભાવને લઇ કમાણી કરવા માટે હીજરત કરાવી પડે છે. તો આગામી સમયમાં કેનાલ મારફતે પાણી નહીં મળે તો ખેડુતોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરી છે.
Recent Comments