ભાવનગર જીલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, કેળ(ટિસ્યુ), પપૈયાં, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, બાગાયત પેદાશોના પેકિંગ મટિરિયલ્સ ખરીદીમાં સહાય, છૂટા તથા દાંડી ફૂલ પાકોની ખેતી, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), બાગાયત યાંત્રિકરણ, કોલ્ડચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ વગેરે જેવાં ઘટકોમાં લાભ લેવાં માગતાં ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.૧૨/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેક્નિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવાં તથા આ અંગેની વધુ માહિતી માટે કચેરી ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરીને મેળવી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

Recent Comments