fbpx
અમરેલી

સાવરકુંડલા વિસ્તારના રેલ્વે ફાટક પાસેના નાળા નીચેના ગંદા પાણી અને રસ્તાને રીપેરીંગ કરવા નગરપાલિકાના અધિકારી અને પ્રમુખને પત્ર પાઠવીને રજૂઆત કરતા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ ડોડીયા

નગરપાલિકા સાવરકુંડલા ના અધિકારી અને પ્રમુખ શ્રી ને સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા દ્વારા પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં લોકોને અકસ્માત ના થાય અને ગંદા પાણી ના નિકાલ કરવા ના શુભ આશય રાખી ને સાવરકુંડલા શહેરી વિસ્તાર ના વોર્ડ નંબર ૮  જેસર રોડ, રેલ્વે ફાટક ના વિસ્તાર માંથી લોકો દ્વારા અવાર નવાર ફરિયાદો મળી રહી છે કે, આ રોડ પર ફાટક આવેલ છે. તેની નીચે એક નાળું આવેલું છે, જે નાળા માં ઘણા સમયથી ગંદા પાણી નો નિકાલ થઇ રહેલ છે.

અને તેમાં સતત ગંદા પાણી ના ભરાવાના કારણે આ રસ્તા માં મોટા મોટા ભૂવાઓ (ખાડા) પડેલા છે, જેસર રોડ પર લોકોને અવાર જવર કરવી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, જયારે રેલ્વે ફાટક બંધ હોય ત્યારે લોકો, રાહદારીઓ આ નાળા નીચે થી પસાર થતા અનેક વાર આ રસ્તામાં પાણી ભરાયેલ હોય અને તેના કારણે પડેલ ભુવા (ખાડા) ના કારણે અકસ્માત પણ થયેલ છે, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા આ રોડ ને રીપેરીંગ કે ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા દ્વારા માંગણી સાથે આ રોડ રસ્તા માં પડેલ ખાડાઓ ને રીપેરીંગ કરવામાં આવે તેમજ ગંદા પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. 

Follow Me:

Related Posts