fbpx
ગુજરાત

વિસનગરના થુમથલ ગામે જાતિ વિષયક શબ્દો બોલતા ફરિયાદ

વિસનગર તાલુકાના થુમથલ ગામના રાઠોડ જશુભાઇ લાલાભાઈ બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ સાંજે થુમથલ ગ્રામ પંચાયતના બોર પર હાજર હતા તે દરમિયાન ગામના રબારી રાજુભાઈ વિરમભાઈ ગ્રામ પંચાયતના બોર ઉપર પાણીનું ટેન્કર ભરવા માટે આવ્યા હતા. જે સમયે બોર બંધ કર્યો હતો. જેથી જશુભાઇ કહ્યું કે હાલ જ બોર બંધ કર્યો છે ચાલુ કરું તો પાણીની મોટરને નુકસાન થશે. જેથી હાલ પાણી ભરી આપીશ નહિ તેમ કહેતા રાજુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ બોરની ચાવી માંગતા આપી દીધી હતી.

બીજા દિવસે સવારે ગામમાં બોરનુ પાણી ન છોડતાં ગામલોકોના ફોન આવ્યા હતા. જેથી ચાવી મારી પાસે નથી રાજુભાઈ ને પૂછો જવાબ આપ્યો હતો. ત્યારબાદ બપોરના સુમારે જશુભાઇ એમના ઘરે હતા ત્યારે રબારી રાજુભાઈ એમના ઘરે આવતા જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને તે મને ટેન્કર કેમ ના ભરી આપ્યું આજે તો તારું મર્ડર કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી. એના પછી આજુબાજુ ના લોકો ભેગા મળતા રાજુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે આ બાબતે રાજુભાઈ ના પિતા વિરમભાઈ રબારી ને જાણ કરવા જતાં તેમણે પણ અપશબ્દો બોલ્યા હતા.

આમ યુવકને ટેન્કર નહિ ભરી આપવાની બાબતે જાતિ વિષયક શબ્દો બોલી, ઝગડો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા જશુભાઇ રાઠોડે વિસનગર તાલુકા પોલીસ મથકમાં રબારી રાજુભાઈ વિરમભાઈ અને રબારી વિરમભાઈ રામાભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ અંતગર્ત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના થુમથલ ગામે પાણીના ટેન્કર ભરવા આવેલા શખ્સને બોર ઓપરેટર યુવકે પાણી ભરવાની ના પાડતા શખ્સે યુવકને ઘરે જઈ જાતિ વિષયક અપમાન જનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં ૨ શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.

Follow Me:

Related Posts