અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી , મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય , તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન / સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .
જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , જુના વાઘણીયા ગામે , ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાધજીભાઇ ગઢીયાનો રહેણાંક મકાન ભાડેથી રાખી ” બાવાજી કલીનિક ” નામનું ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય , જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , બગસરા તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો – ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
પકડાયેલ આરોપીઓ : વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત , ઉ.વ .૩૮ , ધંધો – ડોકટર રહે.બગસરા , નટવરનગર , તા.બગસરા જી.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલ – મજકુર પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત , રહે.બગસરા , નટવરનગર , તા.બગસરા જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -૫૯ કુલ કિ.રૂા .૧૫,૦૮૫.૩૩ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .
આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક બોગસ ડોક્ટરને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે
Recent Comments