સાવરકુંડલા સ્થિત શ્રી કે.કે. હાઇસ્કૂલ ખાતે NSS યુનિટ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના અને દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના હેતુથી ‘પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે’ અંતર્ગત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન શાળામાં દેશભક્તિ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રનિર્માણ જેવા વિષયો પર ચિત્ર, નિબંધ, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા, વિચારો અને વક્તૃત્વ શૈલી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી આપાભાઈ માંજરીયા તથા શ્રી જ્યંતીભાઈ ખડદિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય શ્રી ચેતનકુમાર એન. ગુજરીયાનું માર્ગદર્શન સાંપડ્યું હતું. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર ઉજવણી યાદગાર બની રહી હતી.















Recent Comments