ભાવનગર

સિહોરના ઈશ્વરીયામાં ‘સિંહ દિવસ’ની ઉજવણી કરાઈ

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે શાળા પરિવારના સંકલનથી ‘સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સિંહ
આપણી સમૃદ્ધ જૈવવિવિધતા અને પ્રાકૃતિક વારસાનું ગૌરવ છે, ત્યારે તેના સંરક્ષણ તેમજ કુદરતી પર્યાવરણની
જાળવણી અંગે નવી પેઢીમાં જાગૃતિ કેળવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
‘સિંહ દિવસ’ના સંયોજક શ્રી મૂકેશભાઈ પંડિતની ઉપસ્થિતિમાં માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદી અને
પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈના સંકલન તથા માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સિંહની વિશેષતાઓ, જીવનશૈલી, પર્યાવરણમાં તેનું મહત્વ તેમજ અન્ય
વન્યજીવોની જાળવણી માટેની સામૂહિક જવાબદારી અંગે વિદ્યાર્થીઓને રસપ્રદ અને માહિતીસભર માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી ત્રિકમભાઈ નાકરાણી સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા
હતા.

Related Posts