SVEEP પ્રવૃત્તિ અંતર્ગત વડીયા સ્થિત ફટાકડા બજારમાં સેલ્ફી બુથ રાખવામાં આવ્યા
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. દિવાળી તહેવાર નિમિતે મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિના ભાગરુપે વડીયા સ્થિત ફટાકડા બજારમાં સેલ્ફી બુથ રાખવામાં આવ્યા છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનોખી રીતે અપીલ કરવામાં આવી છે. મતદાતા જાગૃત્તિ માટે ફટાકડાના પેકેટ પર સ્ટીકર લગાવી SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.
Recent Comments