fbpx
રાષ્ટ્રીય

એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું

દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચ એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં યુવતી બલેનો કાર નીચે ફસાયેલી જાેવા મળી રહી છે અને કાર ચાલક તેને ઢસડતા યુટર્ન લઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં ષ્ઠેઙ્મॅટ્ઠહ્વઙ્મી ર્રદ્બૈષ્ઠૈઙ્ઘીની કલમ પણ જાેડી દીધી છે. આ બધા વચ્ચે કંઝાવલા વિસ્તારમાં જે બલેનો ગાડીએ વારદાતને અંજામ આપ્યો તેનું વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. સીસીટીવી એક જાન્યુઆરીની વહેલી સવારે ૩.૩૪ વાગ્યાનું છે. કંઝાવલાના લાડપુર ગામથી થોડે આગળ ગાડી યુટર્ન લઈને પાછી તોસી ગામ તરફ જતી જાેવા મળી રહી છે. જ્યાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં જે માહિતી સામે આવી છે તે મુજબ ૨૩ વર્ષની આ યુવતી લગ્ન અને અન્ય સમારોહમાં પાર્ટટાઈમ કામકાજ કરતી હતી. તે શનિવાર-રવિવારની રાતે આવા જ કોઈ કાર્યક્રમમાં કામ કરીને પાછી ફરી રહી હતી. સ્કૂટીથી ઘરે જતી હતી ત્યારે જ પાંચ આરોપી યુવકો પણ કારમાં સવાર થઈને તે જ રસ્તે જઈ રહ્યા હતા. રિપોર્ટ્‌સ મુજબ સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. આ પછી યુવકો ભાગવા લાગ્યા. યુવતી લગભગ અનેક કિલોમીટર સુધી ઢસડાઈ અને તડપતી હાલતમાં ત્યાં પડી રહી. યુવતીના કપડાં ફાટી ગયા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં તો તેનું મોત નિપજ્યું. રિપોર્ટ્‌સ મુજબ યુવતીનો મૃતદેહ લોહીથી લથપથ હતો. ઢસડાવવાના કારણે મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો.

આ ઘટના અંગે અનેક પ્રત્યક્ષદર્શી પણ સામે આવ્યા છે અને આ બર્બરતાની કહાની રજૂ કરી છે. એક પ્રત્યક્ષદર્શીની માતાએ જણાવ્યું કે તેમના પુત્રને સુલ્તાનપુરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કારણ કે તેમના પુત્રએ યુવતીને ઢસડાતા જાેઈ હતી. તેણે આ વાતની જાણકારી એક પોલીસકર્મીને આપી હતી. પરંતુ પોલીસકર્મીએ વાત અવગણી હતી. વારદાતના એક અન્ય પ્રત્યક્ષદર્શીએ પણ દાવો પણ કર્યો છે કે કાર યુવતીને ઢસડતી લઈ ગઈ તે તેણે જાેઈ કારણ કે તે કાર તેમની દુકાન સામેથી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે કારની સ્પીડ ૨૫-૩૦ કિલોમીટરની આસપાસ હતી અને મ્યૂઝિકનો કોઈ અવાજ આવતો નહતો. આ ઘટના વિશે જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે.

કાર સવાર આરોપીઓએ સ્કૂટી સવાર યુવતીને ટક્કર મારી અને ત્યારબાદ તેને લગભગ ૧૩ કિમી જેટલું ઢસડી ગયા જેના કારણે યુવતી મોતને ભેટી. ઢસડાવવાના કારણે કપડાં ફાટી ગયા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દિલ્હી પોલીસે પાંચ આરોપી યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલ યુવકો પૈકી એક ક્રેડિટ કાર્ડ કલેક્શનનું કામ કરે છે. મૃતક પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. દિલ્હી મહિલા આયોગ (ડ્ઢઝ્રઉ) એ પણ આ મામલે પોલીસને નોટિસ પાઠવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કંજાવાલા પોલીસ સ્ટેશન (રોહિણી જિલ્લો)માં સવારે ૩.૨૪ વાગ્યે માહિતી મળી હતી કે કુતુબગઢ વિસ્તાર તરફ જઈ રહેલી કાર સાથે એક લાશ બાંધેલી છે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર) હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતાનો પગ કારના એક પૈડામાં ફસાઈ ગયો હતો અને તેને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી. આ મામલે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૨૭૯ (રશ ડ્રાઇવિંગ) અને ૩૦૪-છ (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દીપક ખન્ના (૨૬), અમિત ખન્ના (૨૫), ક્રિષ્ના (૨૭), મિથુન (૨૬) અને મનોજ મિત્તલની ધરપકડ કરવામાં આવી છે. દીપક એર ડ્રાઇવર છે, અમિત ઉત્તમ નગરમાં જીમ્ૈં કાર્ડનું કામ કરે છે, ક્રિષ્ના કનોટ પ્લેસમાં કામ કરે છે, મિથુન નારાયણમાં હેર ડ્રેસર તરીકે કામ કરે છે અને મિત્તલ સુલતાનપુરીમાં ખાનગી ફૂડ ડિલિવરી કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલક દારૂના નશામાં હતા કે કેમ તે ચકાસવા માટે તેના લોહીના નમૂના સાચવવામાં આવ્યા છે. પીડિતા લગ્ન અને અન્ય કામમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે આવા જ એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી.

Follow Me:

Related Posts