fbpx
રાષ્ટ્રીય

સભ્ય પદ રદ્દ કરવાના મામલામાં જાણીએ કેવો છે સંસદનો ઈતિહાસ, શું છે નિયમ?.. જાણો

આજે માનહાનિ કેસમાં સુરતની સેસન્સ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી છે. કોર્ટના આદેશની સાથે જ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સામે સવાલો ઉભા થઈ ગયા છે. શું હવે રાહુલ ગાંધી સાંસદ તરીકે લોકસભામાં જઈને બેસી શકશે ખરાં? કેમ પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થશે આ એક મોટો સવાલ છે. ત્યારે જાણીએ કે કેવા કિસ્સાઓમાં સદસ્યતા રદ્દ થતી હોય છે.

સભ્ય પદ રદ્દ કરવાના મામલામાં જાણીએ કેવો છે સંસદનો ઈતિહાસ… શું છે નિયમ?.. જાણો.. સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે. આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. નિષ્ણાતોની માનીએ તો સંસદ સભ્યોની સદસ્યતા રદ્દ કે નાબૂદ કરવા માટે સંવિધાનમાં કોઈ નક્કર નિયમ નથી. કોઈપણ બિલ પાસ કરતા હોય એ પ્રકારે આના માટે સંસદમાં પ્રસ્તાવ પસાર કરવો પડે છે. સંસદમાં આ અંગેનો પ્રસ્તાવ પસાર કરીને કોઈપણ સભ્યની સદસ્યતા રદ્દ કે નાબૂદ કરી શકાય છે.

અગાઉ ભારતમાં બનેલાં આવા કિસ્સાઓની વાત કરીએ તો… ૧૯૫૧માં એરજી મુદ્દલનું સભ્યપદ રદ્દ કરાયું?.. જાણો.. ભારત દેશ આઝાદ થયો અને દેશમાં સંવિધાનની રચના થઈ. સંસદના ગઠન બાદ કોંગ્રેસના નેતા એચજી મુદ્દલ એવા પહેલાં સભ્ય હતા જેમની સંસદીય સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. મુદ્રલ પર સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. દેશના તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ અંગે તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીએ મુદ્રાલને દોષિત ઠેરવ્યા. સદસ્યતા રદ્દ કરવા માટે સંસદમાં પ્રસ્તાવ મુકાય તે પહેલાં જ મુદ્દલે રાજીનામું ધરી દીધું હતું, ૧૯૭૬માં સુબ્રહ્મણ્યમ સ્વામીની સદસ્યતા રદ્દ કરાઈ?… જાણો.. ૧૯૭૬માં સુબ્રહ્મણ્યમ સ્વામીની સંસદીય સદસ્યતા રદ્દ કરાઈ હતી.

ઉલ્લેખનીય છેકે, સ્વામી સુબ્રહ્મણ્યમ કટોકટી દરમિયાન જનસંઘના નેતા અને રાજ્યસભાના સાંસદ હતા. તેમના પર દેશ વિરોધી પ્રચાર કરવાનો આરોપ હતો. સંસદની તપાસ કમિટીના રિપોર્ટ બાદ તેમને રાજ્યસભામાંથી દૂર કરાયા હતાં. ૧૯૭૮માં ઇન્દિરા ગાંધીનું સભ્યપદ છીનવાયું?.. જાણો.. ભારતીય રાજનીતિના ઈતિહાસનો આ કિસ્સો અનોખો છે. વર્ષ ૧૯૭૮માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પણ સભ્ય પદ છીનવી લેવાયું હતું. તેમના પર વિશેષાધિકાર ભંગ અને ગૃહની અવમાનનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પર કામમાં અવરોધ, કેટલાક અધિકારીઓને ધમકાવવા, તેમનું શોષણ કરવાનો અને તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો.

એ પછી સંસદમાં એક સામાન્ય ઠરાવ દ્વારા ૨૦ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ તેમની સંસદની સદસ્યતા છીનવી લેવાઈ હતી. તેમજ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાેકે એક મહિના પછી લોકસભા દ્વારા તેમની હકાલપટ્ટી પાછી ખેંચી લેવામાં આવી હતી. ૨૬ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ ઇન્દિરા ગાંધીને જેલમુક્ત કરાયા હતાં. પૈસા લઈને સવાલ પૂછતા હતા સાંસદો?.. જાણો.. ડિસેમ્બર ૨૦૦૫માં એજજી મુદ્‌ગલ જેવો કેસ ફરી સામે આવ્યો. એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં વિવિધ પક્ષોના ૧૧ સાંસદ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા લેતા જાેવા મળ્યા હતા. એમાં ૧૦ લોકસભા અને ૧ રાજ્યસભા સાંસદ સામેલ હતા. વર્ષ ૨૦૦૫માં ફરી એકવાર ૧૯૫૧ના મુદ્દલ જેવો કેસ સામે આવ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ મામલામાં પણ ૧૧ સાંસદોની સદસ્યતા છીનવી લેવાઈ હતી.

Follow Me:

Related Posts