fbpx
રાષ્ટ્રીય

ચૂંટણી પંચ દ્વારા કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ ગઈ જાહેર

ચૂંટણી પંચ દ્વારા આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ૧૩ એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે. ૨૦ એપ્રિલથી ઉમેદવારી ભરવાનું શરુ થશે. ૨૧થી ૨૩ એપ્રિલ સુધી નામાંકનની સમીક્ષા કરશે. ૨૪ એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. કર્ણાટકમાં મતદાન ૧૦ મેના રોજ એક તબક્કામાં યોજાશે અને ૧૩મેના રોજ પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ અમારી પ્રાથમિકતા છે. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા સીટ છે.

ચૂંટણી પંચનો ર્નિણય છે કે, ૮૦ વર્ષથી મોટી ઉંમર અને દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ ૨૪ મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એટલા માટે અમે કોઈ પણ હાલમાં આ ચૂંટણી સંપન્ન કરવા માગીએ છીએ. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, કર્ણાટક વિધાનસભામાં નવા મતદારો, જનજાતિય સમુદા અને ટ્રાંસજેન્ડર પર ખાસ ભાર આપવામા આવશે. ૧૨.૧૫ લાખથી વધારે મતદારો ૮૦ વર્ષથી ઉપરના છે. ૨૭૬ મતદારો ૧૦૦ વર્ષથી વધારે ઉંમરના છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિશેષ આઉટરીચ કરશે. કુલ ૫.૨૨ કરોડ મતદાર છે, જેમાં પુરુષ ૨.૬૨ કરોડ અને મહિલાઓ ૨.૫૯ કરોડ છે. વર્ષ ૨૦૧૮માં કોંગ્રેસ અને જેડીએસે મળીને સરકાર બનાવી અને એચડી કુમારાસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. લગભગ ૧૪ મહિના બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગઈ. બીએસ યેદિયુરપ્પાએ કોંગ્રેસને બળવા ધારાસભ્યોની મદદથી ભાજપની સરકાર બનાવી. જાે કે, ૨ વર્ષ બાદ યેદિયુરપ્પાને પણ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે રાજ્યના સીએમ બદલવાનો ર્નિણય લીધો અને બસવરાજ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના ઉત્તરાધિકારી તરીકે પસંદ થયાં.

Follow Me:

Related Posts