fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૩૦૩૫૮૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૮૦ મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીની વિગત :

(૧) અલ્તાફભાઇ હારૂનભાઇ ઉનડ(સંધી) ઉ.વ.ર૧, રહે.સાવરકુંડલા, મણીનગર હાફિસા બાપુની ઓરડી પાસે તા.સાવરકુંડલા, જિ. અમરેલી

l→રીકવર કરેલ મુદામાલ- એક Vivo કંપનીનો Y-21 મોડેલનો ડાયમન્ડ વાદળી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI (૧)- 863794060706177 તથા IMEI (૨) – 863794060706169 જેની કિ.રૂ.૧૩,૫૦૦/-

આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.- આ કામનો આરોપી સાવરકુંડલામા મોબાઇલ હબ નામની દુકાનમા કોઇ હાજર ન હોય જેનો લાભ લઇ અને ફરી.નો મોબાઇલ દુકાનમાં પડેલ હોય જે આરોપીએ મોબાઇલ ચોરી લઇ સ્વીય ઓફ કરી પોતાની પાસે રાખી ગુન્હો કરેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા અના.એ.એસ.આઇ. કે.બી.ગઢવી તથા તથા પો.કોન્સ.મહેશભાઇ ગીરજાશંકરભાઇ ભટ્ટ તથા મુકેશભાઇ વિષ્ણુભાઇ શિયાળ તથા ઉદયભાઇ માધુભાઇ ચૌહાણનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts