fbpx
રાષ્ટ્રીય

આપ પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર ED દરોડા

દિલ્હી-એનસીઆરમાં અન્ય એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડ્ઢએ આમ આદમી પાર્ટી (છછઁ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. મંગળવારે ઈડ્ઢની ટીમ છછઁ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે દરોડા પાડવા માટે ઓખલા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ઈડ્ઢની ટીમ સવારે લગભગ ૬.૩૦ વાગ્યે તેના ઘર પાસે પહોંચી હતી. ૭.૩૦ વાગ્યે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઈડીએ ગયા વર્ષે અમાનતુલ્લા ખાન વિરુદ્ધ વકફ બોર્ડ જમીન કૌભાંડના આધારે આ દરોડા પાડ્યા હતા.

વાસ્તવમાં, એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) એ પણ અમાનતુલ્લા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.. ગયા વર્ષે એસીબીએ દિલ્હીમાં અમાનત સાથે સંબંધિત ૫ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂ. ૧૨ લાખ રોકડા, ૧ લાઇસન્સ વગરની બેરેટા પિસ્તોલ અને ૨ અલગ-અલગ બોરના કારતુસ મળી આવ્યા હતા. સીબીઆઈ અને એન્ટી કરપ્શન બ્યુરોએ વકફ બોર્ડમાં કૌભાંડ અંગે અલગ અલગ હ્લૈંઇ નોંધી હતી. ગયા વર્ષે આ જ કેસમાં છઝ્રમ્ દ્વારા અમાનતની ધરપકડ કરવામાં આવી હતી. અમાનતના નજીકના સહયોગીઓના ઘરે તપાસ દરમિયાન કેટલાક પૈસાની લેવડ-દેવડની વિગતો અને ડાયરીઓ મળી આવી હતી. આરોપ છે કે આ ડાયરીમાં હવાલા દ્વારા લેવડ-દેવડનો હિસાબ લખવામાં આવ્યો હતો.

હવાલા દ્વારા વિદેશમાંથી ટ્રાન્ઝેક્શન થયાનો પણ ઉલ્લેખ હતો. આ પછી એન્ટી કરપ્શને આ તમામ માહિતી ઈડ્ઢ સાથે શેર કરી હતી. હવે ઈડ્ઢએ ઁસ્ન્છ હેઠળના ટ્રસ્ટના સ્થળો પર દરોડા પાડ્યા છે.. તમને જણાવી દઈએ કે આના થોડા દિવસો પહેલા જ ઈડ્ઢની ટીમે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડ્ઢની ટીમે ત્યાંથી પણ ઘણા દસ્તાવેજાે રિકવર કર્યા હતા. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ૪ ઓક્ટોબરે સંજય સિંહના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડ્ઢની ટીમે લગભગ ૮ કલાક સુધી દરોડા પાડ્યા હતા. સંજય સિંહને દારૂના કૌભાંડમાં ફસાવનાર વ્યક્તિ દિનેશ અરોરા નામની વ્યક્તિ હતી. અરોરાએ કહ્યું કે સંજય સિંહે જ તેમને પાર્ટી ફંડમાં પૈસા આપવાનું કહ્યું હતું. ઈડ્ઢની ચાર્જશીટમાં સંજય સિંહ પર ૮૨ લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે. દિનેશ અરોરાએ કહ્યું કે સંજય સિંહના નિર્દેશ પર તેમણે મનીષ સિસોદિયાને ૩૨ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને બાકીના પૈસા પાર્ટી ફંડમાં રોકડમાં આપ્યા હતા.

Follow Me:

Related Posts