અમરેલી

સાવરકુંડલા નવરાત્રી મહોત્સવમાં પંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા

શક્તિની ઉપાસના માં નારી શક્તિનું મહત્વ.

સાવરકુંડલા નવરાત્રી મહોત્સવમાં પંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર ઉપસ્થિત રહી આશીવચન પાઠવ્યા.
સનાતન ધર્મમાં નારી શક્તિએ જગદંબાનું સ્વરૂપછે શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી

        સાવરકુંડલા ઝીંઝુડા ગેઈટ અર્જુનગીરી ગોસ્વામીના ઘર પાસે સાવરકુંડલા દાસારામ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષોથી નવરાત્રી દરમિયાન અલગ અલગ જગદંબા માતાજીની દર્શનીય, કલાત્મક અને આબેહુબ સાક્ષાત માતાજીની હલતી ચલતી મૂર્તિઓ બનાવવામાં આવી રહીછે દરવર્ષે નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને દરરોજ અલગ અલગ શણગારો કરવામાં આવેછે તેમજ માતાજીની મૂર્તિનું પૂજન, અર્ચન, આરતી, પ્રસાદ વિતરણ, રાસ ગરબા, ધ્વજારોહણ કરવામાં આવી રહ્યાછે ત્યારે વિહત માતાજીની મૂર્તિ અને બાર જ્યોતિલીંગ તેમજ બરફ માંથી બનાવેલ બાબા બરફાની અમરનાથ બનાવવામાં આવેલ જેમના દર્શને અને દાસારામ યુવક મંડળના સભ્યોને આશીવચન પાઠવવા શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 જયઅંબાનંદગીરી માતાજી ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ પૂજ્ય મહામંડલેશ્વર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
             શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજીએ શક્તિ અને નારી વિશે જણાવ્યું હતુંકે શક્તિ શબ્દ સાંભળતા એક ઉર્જાની અનુભુતી થાયછે પરંપરાથી પુજ્ય તેમજ જેમાં આસ્થા હોય એવા દેવીની છબી નજરોમાં ઉપસ્થિત થાય શક્તિ કહેતા એક ઉર્જા એક ચેતના અને એક પરા શક્તિ સમજી શકાય પ્રકૃતિના બે તત્વો જળ અને ચેતનમાં જે ચલાયમાનછે તેમાં શક્તિછે એમ સમજી શકાય વેદોક્ત રીતે શક્તિ કેતા અનંતકોટી બ્રહ્માંડના સ્વામી સર્વશક્તિમાન સર્વ વ્યાપી, નિરાકાર, અજન્મા, પરમતત્વ ઈશ્વરનું એક નામ ભારતીય પરંપરા અને સનાતન ધર્મએ સ્ત્રીમાં શક્તિ તત્વ નિર્મિત કરી તેને પુજ્ય ભાવ આપ્યોનભારતીય સમાજ વ્યવસ્થા પ્રમાણે શક્તિ કહેતા જગદંબા ભગવતી પછીતે દેહધારી સ્ત્રી સ્વરૂપે હોયકે પરંપરાથી પુજ્ય દેવી સ્વરૂપે હોય સનાતન ધર્મએ શક્તિના મહત્વને સમજતો અને તેને પુજતો આવ્યોછે માટેજ શાસ્ત્રોમાં કહ્યું છેકે જ્યાં નારીની પુજા થાયછે ત્યાં દેવતાઓ પણ વાસ કરેછે
મહાન ભારત રાષ્ટ્રમાં જ્યાં સુધી શક્તિના મહત્વને સમજવા અને જાળવવામાં આવ્યું ત્યાં સુધી વિશ્વ આર્યમય છે શક્તિની સાત્વિક ઉપાસનાએ આર્યોને વિરત્વ બક્ષ્યું હતું અને આર્યોએ વિર ભોગ્યા વસુંધરાને સાર્થક કરી યુગો સુધી પૃથ્વી પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું હતું એજ શક્તિની સાત્વિક ઉપાસનામાં અને સમાજ વ્યવસ્થામાં નારીને અપાતા દરજ્જામાં નારી તું નારાયણી અને એક શક્તિનું સ્વરૂપ માનવામાં આવેછે આતકે દાસારામ યુવક મંડળના અમીતગીરી ગોસ્વામી, અલ્પેશ કારીયા, મેહુલ કોદાવલા, સુનિલ ગોહિલ, ઉમેશ મારૂં સહિતના સભ્યોનું 15 વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા બદલ શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજીએ આશીવચન પાઠવ્યા હતા.

Related Posts