અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા ઝીંઝુડા ગામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયરની બોટલો નંગ-૧૦૮ ની કિં.રૂ.૨૮,૨૬૦/- નો પ્રોહી મુદામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સા.કુંડલા રૂરલ પોલીસ

સ્ટેશન સ્ટાફ*

*શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ સમગ્ર ભાવનગર રેન્જના જીલ્લામાંથી દારૂ-જુગાર ની બદી સદંતર દુર કરવા પ્રોહિ- જુગાર લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર સઘન પેટ્રોલીંગ રાખી, વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી,કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમને પકડી પાડી કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય,

જે અનુસંધાને શ્રી એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ પી.એલ.ચૌધરી સાહેબની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા ઝીંઝુડા ગામેથી ચોકકસ બાતમી હકીકત આધારે વિદેશી દારૂ તથા બીયરની બોટલ નંગ-૧૦૮/- કિ.રૂ.૨૮,૨૬૦/- નો પ્રોહી મુદામાલ આ કામના આરોપીએ પોતાના બંધ પડતર મકાનના ખુલ્લા ફળીયામાં પ્રોહી મુદામાલ રાખી સ્થળ ઉપર હાજર મળી ન આવી અને કુલ કિં.રૂ.૨૮,૨૬૦/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરેલ છે

-આરોપીઓની વિગત. મુન્નાભાઇ કેશુભાઇ ખુમાણ રહે.મોટા ઝીંઝુડા તા.સાવરકુંડલા જી.અમરેલી

PUEY SPECIAL

આ કામગીરી પો.ઇન્સ.શ્રી પી.એલ.ચૌધરી સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી આર.એલ.રાઠોડ સાહેબ ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. હિરેનભાઇ વેગડા તથા પિયુષકુમાર ઠાકર તથા PC જયપાલસિંહ ગોહિલ તથા રાહુલભાઇ હાડગરડા તથા ગોબરભાઇ ભીખાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts