અમરેલી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા યુથ કોંગ્રેસ ની સંગઠનાત્મક મીટીંગ યોજતા પ્રમુખ વનરાજ ખંઢેલા

આજ રોજ યુથ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી કુ. ચંદ્રકલા નાઘોરી ના અધ્યક્ષ સ્થાને, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી વનરાજ જે. ખંઢેલા તથા સાવરકુંડલા તાલુકા NSUI ના પ્રમુખ શ્રી જય ડાભી દ્વારા સાવરકુંડલા ખાતે સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી કુ. ચંદ્રકલા નાઘોરી દ્વારા યુથ કોંગ્રેસ અને NSUI ના સંગઠનને બુથ લેવલ સુધી મજબૂત બનાવવા, યુવાનોને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવા અને આગામી કાર્યક્રમોની રણનીતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાવરકુંડલા ખાતે યુથ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન

આજરોજ સાવરકુંડલા મુકામે રાજસ્થાનથી પધારેલા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રીમતી ચંદ્રકલા નાગોરી ની અધ્યક્ષતા હેઠળ યુથ કોંગ્રેસની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ધામેલીયા, સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ દેવાણી, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત પ્રદેશના વાઇસ ચેરમેન શ્રી દાનુભાઈ ખુમાણ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી શ્રી જીગ્નેશભાઈ બગડા, NSUI પ્રમુખ શ્રી જય ડાભી, એડવોકેટ શ્રી પ્રક્ષિતભાઈ શિયાળ, ભાવેશભાઈ ચૌહાણ શ્રી પ્રકાશભાઈ બગડા સહિત યુથ કોંગ્રેસના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા સર્વાનુમતે સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Related Posts