ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શિક્ષણ સાથે બાળકોના સર્વાંગી વિકાસ બાબતે પણ અગ્રેસર રહી કાર્ય કરી રહી છે.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળકો તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહે તે માટે હાલમાં વિકસિત ભારત અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં યોજાયેલ ક્લસ્ટર કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં કર્મયોગ વિદ્યાસંકુલના વિધાર્થીઓએ વિવિધ વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રાથમિક વિભાગમાં પંડ્યા ધ્રુમિલ હિમાંશુભાઈએ તૃતીય , માધ્યમિક વિભાગમાં દવે નેન્સીબેન અનિલભાઈએ પ્રથમ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બારૈયા અંજનાબેન ચંદ્રકાન્તભાઈએ તૃતીય નંબર મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.














Recent Comments