fbpx
ગુજરાત

જામનગર શહેરમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચારઅજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં ફેંકી ફરાર

જામનગર શહેરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં ફેંકી દીધા હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. બનાવની જાણના પગલે સીટી -બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સ્થાનિકોના નિવેદન અને માહિતી લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જ્યારે નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આજે નવજાત શિશુ મળી આવવાની ઘટનામાં આજે સવારના સમયે સૌ પ્રથમ આસપાસના સ્થાનિક મહિલાઓને નવજાત શિશુ તેમના વિસ્તારમાં હોવાની જાણ થઈ હતી.

જ્યારે નવજાત શિશુને કુતરાએ માથાના અને હાથના ભાગે ફાડી ખાધા બાદ માત્ર તેનું ધડ જ ઘટના સ્થળે દેખાતું હોય ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાં થોડા થોડા સમયના અંતરે આ પ્રકારે નવજાત શિશુ મળી આવવાની ઘટનાઓ સામે આવે છે, પરંતુ આ અંગે કોઈ યોગ્ય અને નકકર કાર્યવાહી પોલીસ દ્વારા ન કરવામાં આવતા ગુનેગારોને માસુમ બાળકોના જીવ લેવામાં કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. ત્યારે નવજાત શિશુ મામલે પોલીસે એટલી જ નક્કર કાર્યવાહી કરી આરોપીઓને પાઠ ભણાવવા જરૂરી બને છે જેથી આ પ્રકારે નવજાત શિશુના ભોગ ન લેવાય.

Follow Me:

Related Posts