fbpx
ગુજરાત

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણીઃ આચાર્ય પક્ષના ગંભીર આરોપો વચ્ચે દેવપક્ષનો વિજય

બોટાદ ખાતે ગઢડા ગોપીનાથજી મંદિરમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં દેવ પક્ષનો વિજય થયો છે. માહિતી મુજબ, તમામ ૭ બેઠક પર દેવ પક્ષનો ભવ્ય વિજય થયો છે. જીત બાદ વિજેતા ઉમેદવાર અને સાધુ-સંતોએ જય જયકારના નારા લગાવ્યા હતા.

બોટાદમાં ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામમાં દેવ પક્ષનો ભવ્ય વિજય થયો છે. પક્ષના તમામ ૬ ઉમેદવારો તેમજ ૧ બિનહરીફ જીત્યા છે. જ્યારે, આ ચૂંટણીમાં આચાર્ય પક્ષના એક પણ ઉમેદવારની જીત થઈ નથી. જણાવી દઈએ કે, આજે ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ, સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર દેવ પક્ષનો વિજય થયો છે. વિજેતા ઉમેદવાર અને સાધુ-સંતોએ જય જયકારના નારા લગાવીને ઉજવણી કરી હતી. જો કે, આચાર્ય પક્ષે ચૂંટણીમાં હાર થયા બાદ આરોપ લગાવ્યા હતા કે, મતદાર યાદીમાંથી અનેક નામો કાઢી નાંખવામાં આવ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં ચૂંટણીને લઈને સુનાવણી થવાની છે. અમારા પક્ષમાં ર્નિણય આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ત્યારે બીજી તરફ દેવ પક્ષે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે, જ્યારેથી ગઢડામાં ચૂંટણી થાય છે ત્યારથી અત્યાર સુધીની સૌથી ભવ્ય વિજય આ વખતે થયો છે. દેવ પક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ જીતને લઈ ખુશી વ્યક્ત કરી હતી.

ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ગઈકાલે તારીખ ૨૧ એપ્રિલના રોજ કુલ ૬ બેઠકો માટે ૧૨ ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમ જ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, જેમાં કુલ ૭ બેઠક ટેમ્પલ બોર્ડના ફાળે આવી છે અને એક બેઠક બિનહરીફ થતા તમામ ૬ બેઠકો દેવ પક્ષના ફાળે જતા એક પણ બેઠક આચાર્ય પક્ષ જીતી શક્યું નથી.

Follow Me:

Related Posts