અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઈફકોના ચેરમેન બનતા દિલીપભાઇ સંઘાણી તેમનો જન્મ દિવસ ૧૨ મી મે ૨૦૨૪ ના રોજ હોય શુભેચ્છા સમારોહ, ૧૨મી મે અને રવિવારના રોજ  સવારે ૯.૦૦ કલાકે, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાશે

માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફકોમાં જ્યારે બીજી વખત બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા છે તેમજ જોગાનુજોગ ૧૨  મે ૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષ માં પ્રવેશી રહેલ છે ત્યારે ૧૨ મે અને રવિવારના રોજ, અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯ કલાક થી બપોરે ૧૨  કલાક સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્નેહી મિત્રો, સ્વજનો સૌ કોઈને જે દિલીપભાઈ સંઘાણીને ઇફકોમાં બીજી વખત ચેરમેન તરીકે થવા બદલ અને 12મી મે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા માગતા હોય,  તે સૌ કોઈ જિલ્લા ભાજપ કાર્યાલય, મોટા બસ સ્ટેશન પાછળ, સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન આવી શકે છે તેવું જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ

Related Posts