શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
શ્રી બી. એલ. વર્માએ ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યોશ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ સત્તાવાર રીતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને રાજ્ય મંત્રી બી. એલ. વર્માની ઉપસ્થિતિમાં શ્રીમતી બાંભણિયાને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું. શ્રી બી. એલ. વર્માએ આજે અહીં ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો છે. શ્રી ગોયલ અને શ્રી જોશીએ શ્રીમતી બાંભણિયાની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શ્રી વર્માનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ શ્રી સંજીવ ચોપરા અને ગ્રાહક બાબતોનાં વિભાગનાં સચિવ શ્રીમતી નિધિ ખરે તથા મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments