ગુજરાત

અમરેલી માટે ગૌરવી પળઃ સહકારનું નવુ સરનામું શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની નૂતન શાખાનો પ્રારંભ

ગુજરાતની શ્રેષ્ઠ સહકારી શરાફી મંડળી એવોર્ડ વિજેતા શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાની સહકારી સફર પ્રેરણાદાયી અને સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. ગુજરાતની વસુંધરા સહકારથી જોડાયેલી છે. ગામડાને મુખ્ય ધારામાં લાવવાનું કામ સહકારના ક્ષેત્રથી સાકાર થયું છે. ખેતી, ખેડૂત અને ગામડુ ભારતનો આધાર છે અને તેની આધારશિલા સહકારી પ્રવૃતિ છે. શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાએ એક દાયકા પહેલા આ સંસ્થાની શરૂઆત કરી. સહકારના ભાવ સાથે શરૂ થયેલી આ સંસ્થા સાથે દસ હજારથી વધુ સભાસદો જોડાયેલા છે. બગસરા, અમરેલી, ભેસાણ, અમદાવાદ, ધારી, ચુડા, ભલગામ, વિસાવદર અને કુંકાવાવમાં આ સંસ્થાઓની શાખાઓ કાર્યરત છે.

આધુનિક સમય સાથે પરિવર્તનના પ્રવાહને સકારાત્મક અભિગમ અપનાવીને ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાએ શરાફી મંડળીઓની શાખાઓને અત્યાધુનિક અને સુવિધાસભર બનાવી છે. અમરેલી એ ગુજરાતની સહકારી ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે. સહકાર શિરોમણી ઈફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનમાં આ સંસ્થાનું ઘડતર થયું છે. અમરેલીમાં છેલ્લા ત્રણેક વરસથી કાર્યરત આ સંસ્થાની શાખાની પ્રગતિને ધ્યાનમાં રાખીને સભાસદોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે નાવીન્ય સાથે નૂતન શાખા તૈયાર કરવામાં આવી,

દેવાના દેવ પંચનાથ મહાદેવના સાંનિધ્યમાં અમરેલીની શાખ ગણાતા જુના માર્કેટિંગ યાર્ડમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાની અમરેલીની નૂતન અને સુવિધાયુક્ત શાખાનો શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના અને પ્રભુ પ્રાર્થના સાથે શુભારંભ કરવામાં આવ્યો. ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં સહકાર સરિતાનો નવો અધ્યાય શરૂ થયો છે. વડીલો, સ્નેહીજનો, પરિવારજનો અને ગુરૂજનોના આશીર્વાદ અને સહયોગથી સહકારના ભાવને જાળવીને વધુમાં વધુ ખેડૂતો, સભાસદો અને ગ્રામજનોના વિશ્વાસને સાર્થક કરીશું. વાઈસ ચેરમેન શ્રી દિવ્યેશ વેકરિયા, મંત્રી શ્રી દિપકભાઈ આંબલિયા અને એમ ડી શ્રી જયસુખભાઈ ગોંડલિયા સહિત સૌરાષ્ટ્ર પરિવારના કર્મચારીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધી સાથે નૂતન શાખાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

સંસ્થાની નૂતન શાખાના શુભારંભ પ્રસંગે ઈફ્કો ચેરમેન અને માર્ગકર્શક શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન શ્રી પી પી સોજીત્રા સાહેબ, લેઉઆ પટેલ સમાજના મેનેજિંગ ડિરેકટર શ્રી ડી કૈ રૈયાણી સાહેબ, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા, લેઉઆ પટેલ સમાજ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા, શ્રી કાંતિભાઈ વઘાસિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી જેન્તીભાઈ પાનસુરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળિયા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠિવાળ અને શ્રી દિલીપભાઈ સાવલિયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, સીએ શ્રી કોઠિયા સાહેબ, ભાજપ અગ્રણી શ્રી જલ્પેશભાઈ મોવલિયા, શ્રી રમાબેન હિરપરા, શ્રી કાળુભાઈ રૈયાણી, શ્રી ઘનશ્યામભાઈ રૈયાણી, શ્રી કાળુભાઈ તારપરા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી રોહિતભાઈ સુખડિયા, શ્રી અરવિંદભાઈ કાકડિયા, શ્રી રિતેશભાઈ સોની, શ્રી ભરતભાઈ વેકરિયા, શ્રી જગદિશભાઈ તળાવિયા સહિત એડવાઝરી બોર્ડ મેમ્બર શ્રી મુકેશભાઈ કોરાટ, શ્રી અરૂણભાઈ ડેર, શ્રી ધર્મેશભાઈ વિસાવળિયા, શ્રી જયસુખભાઈ સોરઠિયા, શ્રી સંજયભાઈ માલવિયા, શ્રી દિપકભાઈ ધાનાણી, સીએ શ્રી હિતેશભાઈ ખણેસા અને સહયોગી શ્રી હિરેન યાદવ અને શ્રી ઉત્તમ વેકરિયા સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. 

Related Posts