કેન્દ્રીય મંત્રી એંડ સાંસદ મનસુખ માંડવિયા તેમના મતવિસ્તાર પોરબંદરમાં ભારે વરસાદને લઈ રૂબરૂ મુલાકાતે પહોંચ્યાં છે. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદર પહોંચીને જીલા કલેકટર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ, આરોગ્ય ખાતાના અધિકારીઓ, હેલ્થ ખાતાના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જ્યાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારે વરસાદને લઈ જે પણ વિસ્તારમાં વધારે પાણી ભરાય છે, તેને લઈ શું એક્શન હાલમાં લેવાઈ રહ્યા છે. સ્થાનિકોને રાહત ઝડપથી પહોંચે એ માટે થઈને ત્વરીત પગલા ભરવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને સૂચનાઓ આપવામાં આવી હતી, સાથે જ બેઠકમાં તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મતવિસ્તારમાં અવિરત વરસાદને લઈ અસરગ્રસ્તોની સાથે પણ મુલાકાત કરવામાં આવશે.
કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયા મતવિસ્તાર પોરબંદરમાં ભારે વરસાદને લઈ મુલાકાતે પહોંચ્યાં


















Recent Comments