fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના શ્રમિકોએ અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાની પોલિસી રી‍ન્યુઅલ કરાવી લેવી

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના-૨૦૨૪ હેઠળ શ્રમિકોને માત્ર ૨૮૯ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં ૦૫ લાખ અને ૪૯૯ રૂપિયામાં ૧૦ લાખનું વીમા કવચ મળવાપાત્ર છે. ત્યારે આ યોજના હેઠળના પોલિસી ધારકોને વીમા પોલિસી રીન્યુઅલ કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.પોસ્ટ વિભાગ અને ઈ‍‍ન્ડિયા પોસ્ટ પેમે‍ન્ટસ બેંક દ્વારા શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપે‍ન્દ્રભાઇ પટેલ અને તત્કાલીન સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ૦૮ જુલાઇ ૨૦૨૩ ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ યોજનામાં માત્ર ૨૮૯ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં ૦૫ લાખ તેમજ ૪૯૯ રૂપિયામાં ૧૦ લાખનું વીમા કવચ શ્રમિકોને ટાટા જનરલ ઇ‍ન્સ્યોર‍ન્સ, બજાજ જનરલ ઇ‍ન્સ્યોર‍ન્સ, નિવા બુપા હેલ્થ ઇ‍ન્સ્યોર‍ન્સ, અને સ્ટાર હેલ્થ ઇ‍ન્સ્યોર‍ન્સ, પાટનર્સ કંપનીના સહયોગથી આપવામાં આવી રહ્યું છે. યોજના અંતર્ગત ગયા વર્ષે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં અમરેલી જિલ્લામાં અંદાજીત દસ હજારથી પણ વધુ શ્રમિકો આ યોજનામાં જોડાયા હતા. આ વર્ષે પણ બહોળી સંખ્યામાં શ્રમિકો આ યોજનામાં જોડાય રહ્યા છે. જે શ્રમિકોએ આ પોલિસી ગયા વર્ષે લીધેલ હોય તેમને રી‍ન્યુઅલ માટે તેમજ અમરેલી જિલ્લામાં વસતા અન્ય શ્રમિકો આ યોજનામાં જોડાય તે માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરવનો રહેશે. તેમજ શ્રમિકો સિવાયના પણ નાગરિકો ગ્રુપ અકસ્માત પોલિસીનું વીમા રક્ષણ માત્ર ૩૯૯ રૂપિયામાં ૫ લાખ અને ૬૯૯ રૂપિયામાં ૧૦ લાખ મેળવી શકાશે. તેમ અધિક્ષકશ્રી, ડાકઘર અમરેલી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts