fbpx
અમરેલી

પરંપરાગત કૃષિ છોડી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવતા જિલ્લાના ખેડૂતો

અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત કૃષિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ અપનાવી રહ્યા છે. ફિલ્ડ ડે કાર્યકમ અંતર્ગત અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા બગસરા તાલુકાના નાના મુંજીયાસર મુકામે ખેડૂતોની તાલીમ યોજાઈ હતી. ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની વિગતો અને માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલીમમાં મહિલા અને પુરુષ ખેડૂતોએ ઉત્સાહભેર જોડાયા હતા. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેની જરુરિયાત અને વિવિધ પાકોના વાવેતર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રાકૃતિક કૃષિમાં ગાયના મહત્વ અને જીવામૃત વિષયક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ આધારિત ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો શરુ છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આપવા માટે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો પ્રયાસ શરુ છે.

Follow Me:

Related Posts