બોલીવુડ એક્ટર વરૂણ ધવન એ તેના ચાહકોને મોટી ગુડ ન્યુઝ આપી છે વરૂણ ધવનની એન્ટ્રી ભારતની સૌથી મોટી વોર ફિલ્મ બોર્ડર ૨ માં થઈ ગઈ છે. મ્ર્ઙ્ઘિીિ ૨ ની કાસ્ટમાં સની દેઓલ પછી વરૂણ ધવનની એન્ટ્રી થઈ છે. બોર્ડર ૨ ફિલ્મમાં વરુણ ધવન પણ જાેવા મળશે તે વાતની જાહેરાત મેકર્સ દ્વારા ઓફિશિયલ વિડીયો શેર કરીને કરવામાં આવી છે. આ વીડિયોમાં વરુણ ધવનના અવાજમાં દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. આ વિડિયો ક્લિપથી કન્ફર્મ થઈ ગયું છે કે ફરી એક વખત વરુણ ધવન એક્શન અવતારમાં જાેવા મળશે. બોર્ડર ૨ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને સૌથી મોટું એલાન થયું હતું. સની દેઓલ પછી આ ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી થઈ છે. જેનો એક વિડીયો વરુણ ધવનને પણ પોતાના ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વરુણ ધવનનો એક ડાયલોગ સાંભળવા મળે છે. જેમાં તેની દેશભક્તિ છલકાય છે.
બોર્ડર ૨ ફિલ્મનો આ ડાયલોગ ચાહકોની આતુરતા પણ વધારી રહ્યો છે. મહત્વનું છે કે બોર્ડર ૨ ફિલ્મ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે તેવું શેડ્યુલ છે. વરૂણ ધવલનો વેલકમ વિડિયો સની દેઓલને પણ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મહત્વનું છે કે વરુણ ધવન પણ બોર્ડર ૨ ફિલ્મમાં સની દેઓલ સાથે કામ કરવા માટે આતુર છે. વરૂણ ધવલને જણાવ્યું હતું કે જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે ચંદન સિનેમામાં બોર્ડર ફિલ્મ જાેવા ગયો હતો. નાની ઉંમરમાં પણ તે ફિલ્મ જાેઈને પ્રભાવિત થયો હતો. જે ફિલ્મ જાેઈને તે પ્રભાવિત થયો હતો હવે તેની સિક્વલમાં તે પોતે કામ કરવા જઈ રહ્યો છે તે ફીલિંગ તેના માટે ખૂબ જ ખાસ છે તેમ વરુણ ધવન એ જણાવ્યું હતું. બોર્ડર ટુ ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. અનુરાગ સિંહે આ પહેલા કેસરી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. મ્ર્ઙ્ઘિીિ ૨ ફિલ્મ ૧૯૯૭ માં આવેલી જેપી દત્તાની ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. બોર્ડર ફિલ્મ બ્લોકબસ્ટર હીટ રહી હતી. જેની સિક્વલ બોર્ડર ૨ વર્ષ ૨૦૨૬ માં રિલીઝ થશે.



















Recent Comments