અમરેલી

દામનગર પાલિકા ના પાણી પુરવઠા ની લાઈન વરસાદ માં તણાઈ જતા તંત્ર વાહકો એ ખડેપગે રહી પાણી પુરવઠો પૂર્વવત કરવાનો પ્રયાસ

દામનગર શહેર માં પાલિકા ના પાણી પુરવઠા ની ચાલુ લાઇન વરસાદ માં તણાઈ જતા ૭૨ કલાક માં તાબડતોબ સમાર કામ કરી શહેર ના આનંદનગર શ્રીજી નગર રામ રાજ્ય સોસાયટી સહીત ના વિસ્તારો ને પાણી પુરવઠો પૂર્વવત કરાવવા પાલિકા સદસ્યો ખડેપગે સ્થળ ઉપર જોવા મળ્યા ઠાંસા રોડ નવા બનેલ પુલ નીચે પસાર થતી પીવા ના પાણી ની મુખ્ય લાઈન આર સી સી નીચે દબાવી ને જમીન માં ફિટ કરાયેલ હતી તે પણ વરસાદ માં તણાઈ જતા ૪ દિવસ થી પીવા ના પાણી વગર પીડાતા રાભડા રોડ આનંદનગર શ્રીજી નગર ઠાંસા રોડ રામ રાજ્ય સોસાયટી સહિત ના વિસ્તારો માં ત્રણ દિવસ થી પાણી વગર રહેતા સ્થાનિક પાલિકા તંત્ર વાહકો પાણી પુરવઠા ચેરમેન રાજુભાઈ દેલવાડિયા ધ્રુવભાઈ ભટ્ટ જયસુખભાઈ બુધેલીયા સચિનભાઈ બોખા જીતુભાઇ નારોલા રઘુભાઈ સાસલા મનીષભાઈ ગાંધી મહિપતગિરી સહિત પાલિકા ના વહીવટ તંત્ર દ્વારા સતત સ્થળે જોઈતી સાધન સામગ્રી યાત્રિક સાધનો સાથે નવી લાઈન ફિટ કરાવતા જોવાં મળ્યા હતા આર સી સી થી જમીન માં દબાવેલ લાઈન પણ કેમ તણાઈ હશે ? જમીન ખોદી નાખે તેવો વરસાદ તો પડ્યો નથી જે હોય તે પણ સ્થાનિક પાલિકા તંત્ર એ લાઈન તણાયા ના ગણિતરી ના કલાકો માં સતત ખડેપગે રહી પાણી પુરવઠો પૂર્વવત કરવા સઘન કાર્યવાહી હાથ ધરતા અનેક વિસ્તારોમાં પીવા નું પાણી મળતું થશે

Related Posts