Iદામનગર પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે દાતાશ્રીઓની પ્રેરણાદાયી મુલાકાત, દીકરીઓ સાથે કર્યો આત્મીય સંવાદ સુરત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત દામનગર સ્થિત નિઃશુલ્ક પરમાર્થ કન્યા છાત્રાલય, ના પટાંગણમાં દાતાશ્રીઓ અને મહાનુભાવોની પ્રેરણાદાયી મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે ગોલ્ડી સોલારના પ્રણેતા શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા, રોટરી ક્લબ–સુરત (મેટ્રો) ની ટીમ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના ઉપકુલપતિ શ્રી વિશાલભાઈ ભદાણી, વાસ્તુશાસ્ત્રી શ્રી રહીમભાઈ બગદાણાવાળા તેમજ સમાજસેવક શ્રી પીયૂષભાઈ ધનાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પરમાર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ માંગુકિયા તથા માનવસેવા આશ્રમ નાં ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ ગોળકિયાની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનારી રહી હતી.કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થિનીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના પાઠનથી કરવામાં આવી હતી. સંસ્કારસભર પાઠન અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતથી ઉપસ્થિત મહાનુભાવો ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે તેની વિશેષ નોંધ લઈ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારબાદ મહાનુભાવોએ છાત્રાલયની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે દીકરીઓને અભ્યાસમાં એકાગ્રતા, ઉચ્ચ શિક્ષણ, જીવનમૂલ્યો, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમના મહત્વ અંગે ભવિષ્યલક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેમને જીવનમાં આગળ વધવા પ્રેરિત કરી ઉત્સાહિત કરી હતી.આ પ્રસંગે નવજ્યોત વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી નટુભાઈ સુતરિયા અને શંભુભાઈ ડોંડા, સંચાલકશ્રી બટુકભાઈ શિયાણી તથા પ્રિન્સિપાલશ્રી વિપુલભાઈ વોરા દ્વારા તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથેજ રોટરી ક્લબ ઓફ સૂરત મેટ્રો દ્વારા સ્માર્ટ બૉર્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.અંતે ઉપસ્થિત મહાનુભાવોએ પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય દ્વારા દીકરીઓના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને યાદગાર રહ્યો હતો.nbox


















Recent Comments