અમરેલી

આલે લે ભારે કરી હવે લોકાર્પણ કેમ કરવું ? અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના રસ્તા ઉપર બેઠા કોઝવે ના નવા બનેલ પુલ ના લોકાર્પણ પહેલા જ પાંચ ઈસ વરસાદ માં આર સી સી પાળી ટુકડે ટુકડા થઈ

દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત હસ્તક ના માર્ગ મકાન વિભાગ ના બેઠા કોઝવે ઉપર નવા બનેલ પુલ ના લોકાર્પણ પહેલા આર સી સી પાળી ટુકડે ટુકડા થઈ માત્ર પાંચ ઈસ વરસાદ માં આર સી પાળી તૂટી ગઈ અચરજ પામી જતા સ્થાનિક લોકો અમરેલી બોટાદ ભાવનગર એમ ત્રણ જિલ્લા ઓના ૨૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો ને જોડતા આ માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ નું કામ પૂર્ણ થયા ને એક સપ્તાહ પણ નથી થયું ત્યાં આવી હાલત કેમ ? શુ માલ સમાન સિમેન્ટ નબળી હશે ? કે પછી લોખડ ભૂલી ગયા હશે ? આવા અનેક સવાલો નો જવાબ અમરેલી જિલ્લા ના (મામા) નું તંત્ર આપશે ? કે પછી જનતા ને મામા બનાવશે ? એક સપ્તાહ પહેલા કામ પૂર્ણ થયું જે આર સી સી પાળી સંપૂર્ણ તૂટી કેમ ગઈ ? અમરેલી જિલ્લા લાઠી તાલુકા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ બોટાદ ગઢડા સ્વામી ના વિકળિયા ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના હડમતીયા ઠોડા લાખાવાડ સિહોર તાલુકા ના ભૂતિયા સરકડીયા તરફ જતા દામનગર થી બહાર નીકળતા જ માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ તો બન્યો પણ લોકાર્પણ પહેલા જ પાળી તૂટી જતા ફોટો જીવી નેતા લોકાર્પણ શેનું કરશે ? ભારે કરી હો આ પુલ ના ઉદ્ધાટન ભૂમિ પૂજન માં પણ સિનિયર આગેવાનો વચ્ચે લોહિયાળ તકરાર અને લોકાર્પણ પહેલા તૂટ ફૂટ થતા ભારે મુંજવણ ઉભી થઈ હવે લોકાર્પણ કેમ કરવું ? એક બહુ પાણી અને બીજી બાજુ તૂટેલી પાળી હવન કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ 

Related Posts