ભાવનગર

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને ભાવનગર જિલ્લા આરોગ્યની ટીમ કચ્છ પહોંચી

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવ ની પરિસ્થિતિને લઈને ભાવનગર જિલ્લા આરોગ્ય કચેરીની પાલીતાણા તાલુકાની આરોગ્ય ટીમ કચ્છ ખાતે પહોંચી છે.પાલીતાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુહાર વાવ ના મેડિકલ ઓફિસર ડૉ. કાર્તિક રાઠોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નોંધણવદરના હેલ્થ વર્કર શ્રી જે. પી. વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નોંધણવદરના હેલ્થ વર્કર શ્રી કરશન મોરી તથા ડ્રાઈવર શ્રી ગોપાલભાઈ ચાવડા કચ્છના નલિયા તાલુકામાં ફરજ બજાવે છે.પાલીતાણા તાલુકાના ડોકટર થતા હેલ્થ વર્કરો દ્વારા નલિયાના ભારાવાંઢ ગામ ખાતે ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

Related Posts