fbpx
ગુજરાત

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાની કામગીરી શરુઃ ગુજરાતની ૮મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભારત સરકારશ્રી દ્વારા ૨ ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ ૨૪૭૦૫ થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જાેડાઈ ૩૧૭૪૭ કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં ૨૧ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી ૧૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૧૦૮૬ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(ય્ફઁ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ ૭૪૪ મુખ્ય રસ્તાઓ, ૨૯૭ માર્કેટ વિસ્તાર, ૯૯૪ કોમર્શીયલ વિસ્તાર, ૨૯૭૧ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૫૩૩ બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૨૩૦ રેડ સ્પોટ(પાનની પિચકારી) ૧૨૩ યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ ૬૫૬ કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ ૯૦થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/