કપડવંજના ગરોડ નાકા રસ્તા પર સાયકલ સવાર વૃદ્ધનું ટ્રક સાથે અકસ્માત થતાં મોત નિપજ્યું હતું. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજમાં રહેતા પ્રહલાદભાઈ કાશીરામ મિસ્ત્રી બુધવારે બપોરે દોઢ વાગ્યે ગરોડ નાકા માર્ગ ઉપરથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે સાયકલ ચાલક વૃદ્ધ ઉપર ટ્રક ફરી વળી હતી. જેથી ઈજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વાત્રક અને ત્યારબાદ અમદાવાદ ખાતે લઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું.
કપડવંજમાં ટ્રકની અડફેટેમાં આવતા સાયકલ ચાલક વૃદ્ધનું મોત

Recent Comments