અમરેલી

રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’ અંક અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ઉપલબ્ધ

 રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકના માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘ગુજરાત દીપોત્સવી’ અંક ૨૦૨૪ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે વિવિધ વિષયોના અનેક પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવે છે.અમરેલી જિલ્લાના વાચક રસિકોએ ‘ગુજરાત દીપોત્સવી’ અંક ૨૦૨૪ મેળવવા રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા પંચાયત રોડ, અમરેલી ખાતેથી રુ.૪૦ની કિંમત ચૂકવી આ અંક પ્રાપ્ત કરી શકશે.રાજ્યના પ્રસિદ્ધ લેખકો દ્વારા લિખિત અભ્યાસ લેખ, નવલિકા, વિનોદીકા, કાવ્ય સહિતની કૃતિઓ ‘ગુજરાત દીપોત્સવી’ અંકમાં સમાવિષ્ટ છે. ગુજરાતના ગણમાન્ય પ્રસિદ્ધ લેખકો દ્વારા લિખિત નાટિકા સહિત ઉત્કૃષ્ટ કક્ષાના રંગબેરંગી ચિત્રો પણ સમાવિષ્ટ છે.

 ‘ગુજરાત દીપોત્સવી’માં પ્રસિદ્ધ અને ગણમાન્ય ગુજરાતી સાહિત્યના લેખકો શ્રી ગુણવંત શાહ, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, શ્રી લલિત ખંભાયતા, શ્રી જોરાવરસિંહ જાદવ, ડો. વિષ્ણુ પંડ્યા, ડૉ.કુમારપાળ દેસાઈ, શ્રી નટુભાઈ પરમાર, શ્રી પુલક ત્રિવેદી, સહિતના લેખકોના અભ્યાસલેખનો સમાવિષ્ટ છે.પ્રતિવર્ષ ગૌરવભરી પરંપરા અનુસાર આ વર્ષે પણ રાજ્ય સરકારનું માહિતી ખાતુ સાહિત્ય રસિકો માટે વાચનનો રસથાળ લઈને આવ્યુ છે. વિવિધ વિષયો પરના અભ્યાસલેખો વાચકના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે. વિખ્યાત વાર્તાકારો દ્વારા લિખિત વાર્તાઓ તનમનને ઝંકૃત કરી દે તેવા વિષયો પર લખવામાં આવી છે. રંગબેરંગી કલાત્મક ચિત્રો અને કેમેરામાં કંડારાયેલી કરામત વાચકોને મંત્રમુગ્ધ કરશે.

Related Posts