મંદિનો માહોલ–દિવાળી ટાઈમે નાણા ગુમાવનાર ને પરત નાણા મળતા મોટી દિવાળી, હરી કાબરીયા ઉપર ચોમેર થી અભિનંદન મંદિના માહોલમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે પરંતુ જેનું પાકીટ ગુમ થાય તેનો તહેવાર અને વહેવાર બન્ને બગડે.. આવી જ ઘટના અમરેલીના બાયપાસ ઉપર બનવા પામી જેમા હનુમાનપરા, અમરેલીના રહીશ આશિષ રાજુભાઈ મકવાણાનું નાણા અને અગત્યના ડોકયુમેંન્ટ સાથેનું પાકીટ પડસાલા ગેસ ગોડાઉન પાસે પડી ગય જે અમરેલી નગર પાલીકા આરોગ્ય સમિતિના ચેરમેન હિરભાઈ કાબરીયા ને મળતા તેઓએ પળનો પણ વિચાર કર્યા વગર ડોકયુમેંન્ટના આધારે આશિષભાઈ મકવાણાનો સંપર્ક કરીને પાકીટ પરત રતા માનવતાની સુવાસ પ્રસરી હતી.તહેવાર ઉપર નાણા ગુમાવનારની સ્થિતી શુ હોય તે તો નાણા ગુમાવનાર જ સમજી શકે. પાકીટ ગુમ થયાથી હતાશામા પાકીટ પરત મળતા મકવાણાના પરિવારમા દિવાળી કરતા પણ વિશેષ આનંદ વ્યાપી ગયો છે અને તરવરીયા યુવાન નગર સેવક હિરભાઈ કાબરીયાની સેવાભાવનાને લોકો બિરદાવી અભિનંદન પાઠવી રહેલ છે તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
અમરેલી બાયપાસ રોડ ઉપરથીઅમરેલી નગર પાલીકાના આરોગ્ય સમિતિના ચેરમેનમ હરિ કાબરીયા ને મળ્યું પાકીટ,મૂળ માલીકને સોપ્યું

Recent Comments