ગુજરાત

મહેસાણામાં ચાર અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયાં

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે રાજ્યમાં ભાવનગર, મહેસાણા, અરવલ્લી, રાજકોટ થઈને ચાર અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે.  ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં રાજુલાના દાતરડી ગામ નજીક બ્રિજ પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તો લોકોને સારવાર અર્થે મહુવા ખસેડાયામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની સ્થાનિક પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

  મહેસાણાના વિજાપુર મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકે એક ૭૦ વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિજાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અરવલ્લીના માલપુરના ગલિયાદાંતી પાસે ઓડી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માલપુર તાલુકા ભારતીય કિસાન સંઘના મંત્રીનું ઘટના સ્થળે મોત થયુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ઈશ્વરિયા મંદિરે દર્શન કરીને બાઈકથી પરત ફરી રહેલા ૭૯ વર્ષીય ભરતભાઈ જાેષીનું માધાપર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે બાઈક ટક્કર વાગતા તેમનું મોત થયું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Related Posts