fbpx
રાષ્ટ્રીય

ટ્રમ્પે પુર્વ ડેમોક્રેટીક રોબર્ટ એફ કેનેડી જુનીયરને મહત્વની જવાબદારી સોંપી

અમેરિકામાં પ્રેસીડેન્ટ ઈલેકટ- ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી પ્રસ્તાવિત કેબીનેટમાં દેશના વિખ્યાત પોલીટીકલ-કેનેડી-કુટુંબનો રોબર્ટ એફ કેનેડી જુનીયરને આરોગ્ય અને લોકકલ્યાણ મંત્રાલય સોપતા તબીબી આલમના ભવા ઉંચકાયા છે. રોબર્ટ એફ કેનેડી જુનીયરો અમેરિકાના પુર્વ પ્રમુખ રોબર્ટ કેનેડીના ભત્રીજા છે અને તેઓ કોરોના કાળ સમયે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા અને વેકસીનની વિશ્વસનીયતા સામેજ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓ અમેરિકી ફાર્મા- મેડીકલ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અનેક વખત વિરોધ કરીને અનેક મોટી કંપનીઓને પણ અદાલતમાં ધસડી ગયા છે. તેઓએ દેશની આરોગ્ય સેવામાં સરકારની મોટી ભૂમિકાનો સંકેત આપતા જાહેર કર્યુ હતું. દરેક અમેરિકાને નુકશાનકર્તા કેમીકલ, પ્રદુષણ, જંતુનાશક, ફાર્મા ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થમાં વપરાતા હાનીકારક તત્વો સામે સુરક્ષા આપવાનો મારો એજન્ડા હશે. તેણે અમેરિકામાં આરોગ્ય કટોકટીમાં આ ક્ષેત્રનો મોટો ફાળો હોવાનો આરોપ મુકયો હતો. તેઓએ મેડીકલ રીસર્ચને ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવવાની પણ જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts