અમરેલી જિલ્લાના અત્યંત મહત્વના શહેર એવા સાવરકુંડલામાં CNG વાહનચાલકો માટે એક મોટી વિકટ સમસ્યા છે. આ શહેરના દરરોજ અનેક વાહનોની આવન-જાવન ધરાવતા આ શહેરમાં હજુ સુધી એકપણ સીએનજી પંપ ઉપલબ્ધ નથી, જેના કારણે સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સાવરકુંડલા તાલુકા અને શહેરમાં સેંકડો લોકો પાસે CNG વાહનો (કાર, ઓટોરિક્ષા વગેરે) છે. આ ઉપરાંત, અહીંથી રોજના હજારો વાહનોની સતત અવરજવર રહે છે. આટલી મોટી સંખ્યા CNG વાહનોની હોવા છતાં, સાવરકુંડલા શહેરમાં એકપણ CNG પંપ ન હોવું એ ખૂબ જ આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત છે.
*શહેરમાં CNG પંપના અભાવે વાહન માલિકોએ ઇંધણ પૂરવા માટે સાવરકુંડલાથી આશરે ૩૦ કિલોમીટરની ત્રિજ્યામાં (દૂરના વિસ્તારોમાં) જવું પડે છે. આના કારણે વાહનચાલકોનો કિંમતી સમય તો બગડે જ છે, સાથે સાથે વધારાનું ઇંધણ પણ વેડફાય છે.*
સ્થાનિક CNG વાહન માલિકો અને રહીશોની માંગ છે કે સાવરકુંડલા શહેરમાં વહેલી તકે નવો CNG પંપ શરૂ કરવામાં આવે, જેથી હજારો વાહનચાલકોને થતી આ દૈનિક હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી શકે.

















Recent Comments