fbpx
અમરેલી

સ્વીપ અને ટીપ અંતર્ગત ખાંભા સ્થિત સરકારી કોલેજ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો

સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે ખાંભા સ્થિત સરકારી કોલેજ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. સાથે બાબરા ખાતે બાઈક રેલીના માધ્યમથી જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. વિવિધ સ્થળોએ મતદાર નોંધણી જાગૃત્તિના કાર્યક્રમમાં યુવાઓ સહભાગી બન્યા હતા.અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અને તાલુકાકક્ષાએ ચિત્ર, મહેંદી અને નિબંધ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચુનાવ પાઠશાળા કાર્યક્રમના માધ્યમથી નવયુવાઓને મતદાતા તરીકે તેમની ફરજ અને નાગરિક તરીકે તેમના મતદાનના હક્ક વિશે માહિતગાર કરવામાં આવ્યા. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ યુવક-યુવતીઓને મતદાર નોંધણી, મત ઓળખપત્રમાં સુધારણા માટે વિગતો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કેમતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામવિગતફોટો અચૂક ચકાસી લેવોજરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપwww.voterportal.eci.gov.inwww.nvsp.in  પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાશે.

ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. આથી, અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને મતદાતા યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts