બાગાયત ખાતાની ક્રોપ કવર (શાાકભાજી પાકો માટે) યોજનાઃ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૨૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવા બાગાયત અધિકારીશ્રીનો અનુરોધ
બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર, બેગ (કેળ, પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ,સીતાફળ,કમલમ) તેમજ ચાલુ યોજનાઓ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ, છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગ બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયામાં સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી સ્વીકારવામાં આવશે.વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે આ સહાયનો લાભ મેળવવા અમરેલી જિલ્લાના ખેડુતોએ આઈ – ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.૨૧.૧૧.૨૦૨૪ થી તા.૨૦.૧૨.૨૦૨૪ દરમિયાન અરજી કરવી. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરુરી છે.ઓનલાઈન અરજી કરી જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ પર મોકલવી. આ અંગેની વધુ વિગતો માટે ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments