અમરેલી જિલ્લાના વાંકિયા-ચાંદગઢ રોડનું રૂપિયા ૧૨ કરોડના ખર્ચે રિસરફેસીંગ ગામતળ વિસ્તારમાં સી.સી. રોડ તથા રોડ ફર્નિચરના કામને મંજૂરી અપાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા.
અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાંકિયા-ચાંદગઢ રોડ ૦/૦ થી ૧૯/૦ કિલોમીટર રસ્તાના રિસરફેસીંગ ગામતળ વિસ્તારમાં સી.સી. રોડ તથા રોડ ફર્નિચરના કામ માટે રૂપિયા ૧૨ કરોડની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગનું રિકાર્પેટનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments