અમરેલી

સાયબર ફ્રોડના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી સાયબર ફ્રોડમા ગયેલ કુલ રૂ.૯૯,૯૦૦/- રીકવર કરતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા સાયબર ફ્રોડ સંબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ સાયબર ફ્રોડ સંબંધી ગુન્હાઓમાં આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ નાઓએ સાયબર ફ્રોડ સંબંધી ગુન્હા ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

( રાજુલા પો.સ્ટે. સાયબર ફ્રોડ લગત એ પાર્ટ ગુ.ર.નં.૩૧૫/૨૦૨૬ બી.એન.એસ.ક.૩૧૮(૨) તથા આઇ.ટી.એકટ ક.૬૬(સી) મુજબના ગુન્હાની વિગત

– આ ગુન્હાની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીનો મોબાઇલ કોઇ અજાણ્યા માણસે હેક કરેલ અને બાદ ફરીયાદના AXIS બેંક ના એકાઉન્ટમાથી ફરીયાદની જાણ બહાર ફરીયાદના ફોનને હેક કરી અને ઓપરેટ કરી કટકે કટકે અલગ અલગ ટ્રાન્જેક્શન કરી હેમંત કુમાર નામના વ્યક્તિના ખાતાા કટકે કટકે આ કામના ફરીયાદી પાસેથી કુલ રૂ.૯૯,૯૦૦/- ની રકમ પડાવી લઇ સાયબર ફ્રોડનો ગુન્હો આચરેલ
બાદ આ કામના ફરીયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા ફરીયાદીએ સાયબર ફ્રોડ હેલ્પ લાઇન ૧૯૩૦ ઉપર તુરંત ફોન કરી ફરીયાદ કરેલ જે અન્વયે રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૩૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા કલમ ૩૧૮(૨) તથા આઇ.ટી.એકટ ક.૬૬(સી) મુજબનો ગુન્હો રજી થયેલ
પો. ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓએ સદરહુ ગુન્હાની ગંભીરતાથી લઇ અને સાયબર ફ્રોડ આચરનાર આરોપીઓને શોધી કાઢવા અને ગુન્હો ડીટેકટ કરવા સબબ એક ટીમની રચના કરેલ અને અલગ અલગ દિશામાં તપાસ કરવા સુચન કરેલ અને રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુન્હામા ટેકનીકલ એનાલીસીસ આધારે બેંક ખાતામા રૂપીયાના ટ્રાન્સકેશન થયેલ હોય અને જે રૂપીયા રોકડમા ઉપાડવામા આવેલ બાદ વધુ ટેકનીકલ એનાલીસીસ આધારે સદરહુ આરોપીને ઉતરપ્રદેશના દેવરીયા શહેર ખાતેથી ઝડપી પાડી અને ફ્રોડમા ગયેલ તમામ રૂપીયા ૯૯,૯૦૦/- રીકવર કરેલ

( પકડાયેલ આરોપીની વિગત
(૧) હેમંતકુમાર સ/ઓ અનિલસિંહ રહે.પદલી જહલી પાર, તા.સલીમપુર જી.દેવરીયા, ઉપરપ્રદેશ

( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તથા પો.સબ.ઇન્સશ્રી આર.એલ.રાઠોડ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હેઙ.કોન્સ સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. રવિભાઇ વરૂ તથા પો.કોન્સ મહેશભાઇ બારૈયા તથા પો.કોન્સ ચંદુભાઇ ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts