અમરેલી

રેલવે અને એસ.ટી. નિગમ વચ્ચે સંકલનનો અભાવ: અમરેલી-સાવરકુંડલામાં ‘ગ્રાઉન્ડ ઝીરો’ કનેક્ટિવિટી માટે એસ.ટી. બસ સેવા શરૂ કરવા લોકમાંગ

​સ્ટેશને ઉતરીને પૂછે છે મુસાફર ક્યાં જવું,

બસ અને રેલવેના આ અંતરને હવે પૂરવું પડે.

​પ્રગતિની વાતો ભલે આકાશને આંબી જતી,

છેવટે તો ગ્રાઉન્ડ ઝીરો પર ગતિ આપવી પડે.

–“પાંધી સર”

દેશ જ્યારે વંદે ભારત ટ્રેન, બુલેટ ટ્રેન અને ગ્રીન કોરિડોર મારફતે માનવ અંગોની ઝડપી હેરાફેરી જેવા આધુનિક પરિવહન ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્તરે મુસાફરો માટે પાયાની સુવિધાઓનો અભાવ સામે આવી રહ્યો છે. અમરેલીથી ચિતલ રેલ્વે સ્ટેશન સુધી એસ.ટી. સેવા શરૂ થઈ શકે છે, તો પછી સાવરકુંડલા એસ.ટી. ડેપોથી સાવરકુંડલા રેલવે સ્ટેશન તેમજ શહેરના મુખ્ય માર્ગો અને પોઈન્ટ્સ સુધી મુસાફરો સહેલાઈથી પહોંચી શકે તેવી લોકલ એસ.ટી. કનેક્ટિવિટી કેમ શરૂ ન થઈ શકે? તેવો પ્રશ્ન સ્થાનિક મુસાફરોમાં ઉઠી રહ્યો છે.

આજના આધુનિક યુગમાં રાજ્યમાં એસ.ટી. નિગમ દ્વારા વોલ્વો, સ્લીપર અને હાઇટેક બસો દોડાવવામાં આવી રહી છે તેમજ એસ.ટી. ડેપો પણ એરપોર્ટ જેવા આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રેલવે અને એસ.ટી. નિગમ પરસ્પર સંકલન (કોઓર્ડિનેશન) સાધીને સેવાઓનું વિસ્તરણ કરે તે સાંપ્રત સમયની મોટોમાં મોટી માંગ અને અનિવાર્ય જરૂરિયાત છે. દરેક નાના-મોટા શહેરો અને નગરોમાં રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય વિસ્તારો અને એસ.ટી. ડેપો સુધી ઈન્ટર-કનેક્ટિંગ બસ સેવાઓ શરૂ કરવામાં આવે તો મુસાફરોને ગ્રાઉન્ડ ઝીરો લેવલની ખરી સગવડ મળી શકે તેમ છે.

​સ્થાનિક રહીશો અને મુસાફરોની માગ છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર સાવરકુંડલા રેલવે સ્ટેશન અને શહેરના મેઈન પોઈન્ટ્સને સાંકળતી એસ.ટી. સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોને સમય અને નાણાં બંનેની બચત થઈ શકે.

​–અહેવાલ બિપીનભાઈ પાંધી સાવરકુંડલા

Related Posts