અમરેલી

અનિડા–ખજૂરી–મેઘાપીપળીયા રોડ રૂા. 1.70 કરોડના ખર્ચે મંજૂર કરાવતા અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્ય અને મંત્રી કૌશિકભાઇ વેકરિયા

અમરેલી–વડીયા–કુંકાવાવ વિધાનસભાના યુવા અને ઉર્જાવાન ધારાસભ્યશ્રી
કૌશિકભાઈ વેકરિયા દ્વારા શરૂ થયેલી ‘અમરેલીની વિકાસયાત્રા’માં એક નવું સોપાન
ઉમેરાયું છે. તાજેતરમાં જ અનીડા–ખજૂરી–મેઘાપીપળીયા રોડના વિકાસ માટે કુલ
રૂા. 1.70 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે.
આ અંતર્ગત અનિડા ગામતળ વિસ્તારમાં અંદાજિત રૂા. 1.10 કરોડના ખર્ચે
સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરીથી ગામતળ વિસ્તારમાં
વાહનવ્યવહાર વધુ સરળ અને સુગમ બનશે.
તે ઉપરાંત સદર રોડ ખાતે નવા પાઇપ ડ્રેઇન બનાવવાની કામગીરી હાથ ધરવામાં
આવશે. અંદાજિત રૂા. ૬૦ લાખના ખર્ચે થનારી આ કામગીરીથી વરસાદી પાણીના
નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બનશે અને પાણીના કારણે માર્ગને થતું નુકસાન
અટકાવવામાં મદદ મળશે. પરિણામે માર્ગની સલામતી અને ટકાઉપણામાં પણ વધારો
થશે.
સ્થાનિક નાગરિકો દ્વારા શ્રી કૌશિકભાઇ વેકરિયાને કરવામાં આવેલી રજૂઆતોના
પરિણામે આ બંને કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ વિકાસકામો પૂર્ણ
થયા બાદ અનિડા, ખજૂરી, પીપળીયા અને મેઘાપીપળીયા સહિતના આસપાસના
ગામોના નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ રાજ્યના મૃદુ અને મક્કમ
મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી
હર્ષભાઇ સંઘવી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts