ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓનાં સમિતિઓની ચૂંટણી બાબત નિયમો-૧૯૮૨ના નિયમ-૧૯ અંતર્ગત પ્રાપ્ત સત્તાની રૂએ પ્રાંત અધિકારીશ્રી, અમરેલી અને ચૂંટણી સત્તાધિકારીશ્રી દ્વારા અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ૧૭ બેઠકોનું ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મંડળીની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની મુદ્દત માટે ખેતી વિષયક સહકારી મંડળીઓનાં પ્રતિનિધિ વિભાગ-૧ અને ઈતર પ્રકારની ખેતી વિષયક સહકારી મંડળીઓના પ્રતિનિધિ કુલ મળી ૧૭ બેઠકો માટે ચૂંટણી થવાની છે.
આ જાહેરના મુજબ, ઉમેદવારી પત્રો ૧૧ સપ્ટેમ્બર બપોરે ૧૫.૦૦ કલાક સુધી અમરેલી ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરીએ ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૪.૯૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી મામલતદારશ્રી, અમરેલી ગ્રામ્યની કચેરીએ થશે. ચકાસણી બાદ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા, ૧૬.૦૯.૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થશે. માન્ય ઉમેદવારી પત્રોમાંથી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ ૧૭.૦૯.૨૦૨૬ બપોરે ૧૫.૦૦ કલાક સુધી રહેશે. ઉમેદવારની આખરી યાદી ૧૮.૦૯.૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થશે.
આ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા તા. ૨૮.૦૯.૨૦૨૬ સવારે ૯.૦૦ કલાકથી ૧૫.૦૦ કલાક સુધી એન.આઈ.સી વીડિયો કોન્ફરન્સ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા કલેક્ટર કચેરી, રાજ મહેલ કેમ્પસ અમરેલી ખાતે થશે.મતગણતરી તારીખ ૩૦.૦૯.૨૦૨૬ ના રોજ ૯.૦૦ કલાકથી એન.આઈ.સી વીડિયો કોન્ફરન્સ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા કલેક્ટર કચેરી, રાજ મહેલ કેમ્પસ અમરેલી ખાતે થશે.
મતગણતરી પ્રક્રિયા બાદ મતદાનના પરિણાની તુરંત જાહેરાત કરવામાં આવશે. ૨૮.૦૯.૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીલબંધ મતપેટીઓ જિલ્લા તિજોરી કચેરી, અમરેલીના સ્ટ્રોંગ રૂમમાં રાખવાની રહેશે તેમ પ્રાંત અધિકારીશ્રી, અમરેલી ડી.જે. જાડેજાએ એક જાહેરનામામાં જણાવ્યું છે.
















Recent Comments