ગુજરાત

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ૧ શ્રમિકનું મોત

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી જેમાં, ભેખડ ધસી પડતા ૧ શ્રમિકનું મોત ૧ દટાયો હોવાની આશંકા સેવાઈ રહી છે,કિંગસ્ટોન નામની કન્ટ્રકશન સાઈટ પર કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી,ઘટનાની જાણ બનતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને રેસ્કયુ કામગીરી હાથધરી હતી.

મનમોહન ચાર રસ્તા નજીક કન્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત થયું છે અને એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાની વાત સામે આવી છે.નિકોલમાં કિંગ સ્ટોન કન્સ્ટ્રક્શન સાઈડ પર આ બનાવ બન્યો હતા જેમાં એક શ્રમિકનું તો ઘટના સ્થળે જ મોત થયું છે,પોલીસે આ માલે વધુ તપાસ હાથધરી છે તો ફાયર વિભાગની ટીમે રેસ્કયુની કામગીરી કરી હતી,ઓઢવ પોલીસે અન્ય શ્રમિકો અને બિલ્ડરનું નિવેદન પણ નોંધ્યું છે.

આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે ૧૦૮માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Related Posts