દક્ષિણ ભારતના સૌથી મોટા રાજ્યોમાંના એક એવા કર્ણાટકમાં મિલ્ક ફેડરેશન દ્વારા તેની બ્રાન્ડ નંદિની હેઠળ વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર ૪ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
કર્ણાટક રાજ્ય સરકારે દૂધના ભાવમાં વધારો કરીને રાજ્યની જનતાને મોટો ઝટકો આપ્યો છે. દૂધના ભાવમાં થયેલા વધારાનો ફટકો ઉગાડી તહેવારની ઉજવણી કરતા રાજ્યના લોકોને પડ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.સુધારેલા ભાવ શુક્રવારથી લાગુ થશે. ખાસ વાત એ છે કે નંદિની દૂધનું સૌથી સસ્તું એક લિટરનું પેકેટ ૪૮ રૂપિયાનું થઈ ગયું છે. અને સૌથી મોંઘું પેકેટ ૬૦ રૂપિયાનું થઈ ગયું છે. આ પહેલીવાર છે જ્યારે નંદિની દૂધ ૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું છે.
સુધારેલા ભાવ શુક્રવારથી લાગુ થશે. ખાસ વાત એ છે કે નંદિની દૂધનું સૌથી સસ્તું એક લિટરનું પેકેટ ૪૮ રૂપિયાનું થઈ ગયું છે. અને સૌથી મોંઘું પેકેટ ૬૦ રૂપિયાનું થઈ ગયું છે. આ પહેલીવાર છે જ્યારે નંદિની દૂધ ૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું છે. ૫૪ રૂપિયામાં ઉપલબ્ધ ગ્રીન સ્પેશિયલની કિંમત શુક્રવારથી ૫૮ રૂપિયા પ્રતિ લિટર થવા જઈ રહી છે. સામાન્ય લીલા દૂધના એક પેકેટની કિંમત ૫૨ રૂપિયા છે, જે શુક્રવારથી ૫૬ રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
કર્ણાટક મિલ્ક ફેડરેશન મોટો ર્નિણય; દૂધના ભાવમાં પ્રતિ લિટરે સીધો ૪રૂ.નો વધારો

Recent Comments