અમરેલી

સાવરકુંડલા ખાતે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. શૈક્ષણિક શીબીર અને સામાજિક સંમેલન સફળતાપૂર્વક યોજાયુ

સાવરકુંડલા શહેર ખાતે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા કાનજીબાપુ ઉપવન વાડીમાં ભવ્ય શૈક્ષણિક શીબીર અને સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
આ શિબિરમાં ખ્યાતનામ શિક્ષણવિદ્ ધર્મેન્દ્રભાઈ કનાલા એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં  કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમિતિ દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ પ્રયાસો વધુ મજબૂત કરવામાં આવશે. આ પ્રસંગે નવનિયુક્ત નોટરી એડવોકેટ્સ નો સન્માન સમારંભ પણ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ ના સફળ આયોજન માટે સમિતિના તમામ સભ્યોને સમાજના આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts