દસમી મે ગુજરાતના તમામ સાવજાેની ગણતરી કરવાનું કામ ઉત્સાહથી આરંભ કરવામાં આવ્યું. સાસણ ગીરમાં પોતાનું નિવાસ બનાવીને બેઠેલો એસિયાટિક લાયન હવે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ ૫૮ તાલુકો અને ૩૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિહાર કરે છે.સિંહ આપણી સૌરાષ્ટ્રની, કાઠીયાવાડની ધરાની આગવી ઓળખ છે. અનેક કહાનીઓ તેમના જીવનની સાથે જાેડાયેલી છે.આ ડાલામથ્થો જ્યાં વિહાર કરે છે તે વિસ્તારના રહેવાસીઓના સદભાગ્ય જ ગણાય. પણ સરકારને તેમના પોષણ,વ્યવસ્થાપન વગેરે માટે પણ ગણતરી કરવી જરૂરી છે. તેથી સને ૧૯૩૬ માં સૌથી પહેલી ગણતરી કરવામાં આવેલી અને હવે અત્યારે થઈ રહેલી આ ગણતરી વસ્તી અંદાજ ૧૬ મો વસ્તી અંદાજ છે. અંદાજ એટલા માટે કહેવું જાેઈએ કે આ તો વન્ય પ્રાણી છે તેથી ઘણી વખત તેને શોધવું એ પણ અઘરું પડતું હોય છે પણ તેમ છતાં વન્યજીવની સાથે સંકળાયેલા સૌ લોકો મહેનત કરીને તેને શોધીને સીધી ગણતરી કરે છે.
એક જમાનો હતો કે જ્યારે કલર ઉપરથી ફુટ માર્ક ઉપરથી અને બીજી બધી રીતે પણ ગણતરીઓ થતી હતી. પણ ૨૦૨૫ માં યોજાયેલો આ અંદાજ થોડો અલગ પ્રકારનો એટલે છે કે તેને સમગ્ર એશિયાટિક લાયન લેન્ડસ્કેપને અલગ અલગ વિસ્તારોમાં, બીટમાં વહેંચવામાં આવ્યો છે. એ બીટમાં એક સાથે ગણતરી થાય તેથી તેમાં પરફેક્શન વધારે આવી શકે છે. તેથી તેને બીટ કરેક્શન કાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે કેમેરા અને જીપીએસ માં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગણતરીમાં કુલ ૩૧૧૬ લોકો જેમાં ૮૦૦ થી વધારે સ્વયંસેવકો પણ છે તે બધા જાેડાયેલા છે. ૧૧૨ જેટલા સબ ઝોનમાં બધા જ વિસ્તારને વહેંચવામાં આવ્યા છે. જ્યારે ૧૫ મી વસ્તી ગણતરી થઈ ત્યારે કુલ આઠ જેટલા વિસ્તારો સિંહને વિસ્તરવા માટે નક્કી કરવામાં આવેલાં.હવે કદાચ એકાદ વિસ્તાર નવો પણ ઉમેરાઈ શકે છે. તેથી આ વખતની વસ્તી ગણતરી એ થોડી અલગ રીતે થઈ રહી છે. અહીંયા વસ્તી ગણતરીના પશ્ચાદભુમાં જઈએ તો ૨૦૦૫માં સિંહોની સંખ્યા ૩૨૭,સને ૨૦૧૦ મા ૩૫૯, સને ૨૦૧૫માં ૪૧૧ અને છેલ્લે ૨૦૨૦ માં ૬૭૪ આમ આ આંકડા ઉપર નજર કરીએ તો દેખાય છે કે છેલ્લાં આંકડાઓ ને બાદ કરતા લગભગ ૧૦- ૧૨% નો વધારો પાંચ વર્ષે જાેવા મળ્યો છે. પરંતુ છેલ્લે ૨૦૧૫ અને ૨૦૨૦ વચ્ચેનો સમયગાળો એ ૬૩% નો વધારો દેખાડે છે એટલે કે એ ખૂબ મોટો વધારો ગણી શકાય. હવે ૨૦૨૫ માં આંકડો ક્યાં પહોંચે છે તેના ઉપર સૌની નજર છે.
વસતિ અંદાજ-૨૫ નો આખરી તબક્કો તા ૧૩-૫-૨૫ ના પુરો થશે.બાદમા આ આંકડાઓ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
સિંહ ગણતરીના અંદાજ અને ઐતિહાસિક તથ્યો

Recent Comments